Join us on a literary world trip!
Add this book to bookshelf
Grey
Write a new comment Default profile 50px
Grey
Listen online to the first chapters of this audiobook!
All characters reduced
Rethpankhi - cover
PLAY SAMPLE

Rethpankhi

Varsha Adalja

Narrator Pallavi Pathak

Publisher: Storyside IN

  • 0
  • 0
  • 0

Summary

"રેતપંખી એક અત્યંત સંવેદનશીલ નવલકથા છે જેની પરથી ટેલિવિઝન પર સુંદર સિરીયલ બની હતી 'બંદિની' તેમજ તેના પરથી નાટકના પણ ઘણા શોઝ થયા હતા.
કેટલીક વ્યક્તિઓનાં નિયતિએ ભાગ્યલેખ એવા લખ્યા હોય છે કે હંમેશા બીજાની વેદનાનો ક્રોસ પોતાને ખભે ઉંચકી તેણે જીવનપંથ કાપવો પડે છે .
સુનંદા નાના ગામમાં માતાપિતા વિના કાકાને ત્યાં ઉછરીને મોટી થતી હોય છે. કાકા સાધુપુરુષ ,અત્યંત પ્રેમાળ વ્યક્તિત્વ .એમને મન પોતાની પૂત્રી તારા અને સુનંદા વચ્ચે કશો ભેદ નથી પણ કાકીને એ સતત આંખમાં કણાની જેમ ખૂંચે છે. તારા કોઇની સાથે ગામ છોડી ચાલી જાય છે અને કાકી બધાનાં જીવનમાં કડવાશ ઘોળી દે છે
આ વિષમય વાતાવરણથી દૂર કાકા તેનાં લગ્ન કાકીથી છૂપી રીતે મુંબઇના બીઝમેનમેન જગમોહનદાસ સાથે કરી તેને મુંબઇ મોકલી દે છે. સુનંદાને કાકાએ એટલું જ કહ્યું છે કે જગમોહનને બે નાના બાળકો છે .સુનંદા એ વિશ્વાસથી ઘરમાં પગ મૂકે છે કે હવે આ મારું ઘર હશે, બે બાળકોને હું મારા કરી લઇશ ,કાકાને મારા જીવનનો આ ઉકેલ સહી લાગ્યો તો મને એનો સ્વીકાર છે.
પરંતું ઘરમાં પગ મૂકતાં એ સ્તબ્ધ બની જાય છે, મન ઘવાય છે કાકા મને ઝેરનો પ્યાલો આપતાં પહેલાં પૂછવું તો હતું કે હું મીંરા છું કે નહી!
સુનંદા ભયભીત બની ,દિવાલ પરની એક વિશાળ પ્રથમ પત્નીની તસ્વીરનાં। પડછાયામાં જીવે છે .એને એ તસ્વીર એનો ઉપહાસ કરતી લાગે કે એણે અહી આ ઘરમાં એક જીવન જીવી લીધું છે, એના પતિ સાથે સહશયન કરી લીંઑધું છે,આ ઘર રાજ્ય કરી લીધું છે ,બાળકો પણ મારાં છે, તારું અહી કશું નથી કોઇ નથી .
સુનંદાને થાય છે જે વિષમય હવાથી છૂટવા જીવન સાથે સમાધાન કરીને આવી તે જ હવાની લહેર અહી પણ છે?
એ તો એક સમાધાન રુપે અહી લગ્ન કરીને આવી હતી ,પ્રેમનો તો અનુભવ જ નહોતો ! પતિ ભલા છે પણ એમના હિસ્સાનું એમણે જીવી લીધું છે ,સુનંદા ખૂબ એકલતા અનુભવે છે.
Duration: about 6 hours (05:53:36)
Publishing date: 2022-04-02; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —