¡Acompáñanos a viajar por el mundo de los libros!
Añadir este libro a la estantería
Grey
Escribe un nuevo comentario Default profile 50px
Grey
Suscríbete para leer el libro completo o lee las primeras páginas gratis.
All characters reduced
મારી મમ્મી કમાલ છે My Mom is Awesome - cover

મારી મમ્મી કમાલ છે My Mom is Awesome

Shelley Admont, KidKiddos Books

Editorial: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Sinopsis

આ રાત્રે સૂતી વખતે વાંચવાની હ્રદયસ્પર્શી વાર્તામાં એક નાનકડી છોકરી વર્ણવે છે કે તેની મમ્મી શામાટે કમાલની છે. આપણે તેના આખા દિવસમાં બનતી ઘટનાઓ જોઈએ છીએ અને કેવી રીતે તે તેની મમ્મી સાથે પ્રેમાળ સંબંધ અનુભવે છે. મમ્મીને હંમેશા ખબર હોય છે કે તે શું અનુભવે છે અને તેની કોઈ પણ સમસ્યામાં કેવી રીતે મદદ કરે છે. એક ખૂબ જટિલ લાગતી વાળની સ્ટાઈલ પણ મમ્મીએ કેટલા ઓછા સમયમાં બનાવી દીધી. મમ્મી તેને સવારે ઉઠવામાં મદદ કરે છે અને તે ઉદાસ હોય ત્યારે તેને જોરથી ગળે લગાવે છે. પુસ્તકમાં સુંદર મજાનાં ચિત્રો અને સંદેશ છે જેની સાથે બધા જ પોતાને જોડી શકશે. આ માતા અને તેમના બાળકો માટેનું એક સરસ પુસ્તક છે.
Disponible desde: 07/01/2024.
Longitud de impresión: 34 páginas.

Otros libros que te pueden interesar

  • Toppers Ni Top Tips - cover

    Toppers Ni Top Tips

    J.P.S. Jolly

    • 0
    • 0
    • 0
    ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા.
    અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો.
    Ver libro
  • એક અદ્ભુત દિવસ A Wonderful Day - cover

    એક અદ્ભુત દિવસ A Wonderful Day

    Sam Sagolski, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આભારના ભાવ વિશેનું આ પુસ્તક બાળકોને દરેક બાબતમાં સારી વસ્તુ જોવાનું શીખવે છે. ડેની પપ્પાને તેના દિવસ વિશે કહે છે અને જે-જે થયું તે બધું વર્ણવે છે. ભલે ડેનીનો દિવસ તેની યોજના મુજબ વીત્યો ન હતો, તેમ છતાં તે તેનો ભરપૂર આનંદ માણી શક્યો. આપણને એ જાણવા મળ્યું કે દરેક ખરાબ પરિસ્થિતિમાં આપણને કોઇક એવી સારી વસ્તુ તો જોવા મળે જ છે જેના માટે આપણે આભારી રહી શકીએ.
    Ver libro
  • મને સાચું કહેવું ગમે છે - cover

    મને સાચું કહેવું ગમે છે

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમી એક નાનું સસલું મુશ્કેલીમાં છે. આકસ્મિક રીતે, તેણે તેની માતાના પ્રિય ફૂલોનો નાશ કર્યો. જો તે જૂઠું બોલે તો શું તે મદદ કરશે? અથવા સત્ય કહેવું અને સમસ્યાને અલગ રીતે હલ કરવાનો પ્રયાસ કરવો વધુ સારું છે?તમારા બાળકોને આ મનોરંજક બાળકોના પુસ્તક સાથે વધુ પ્રમાણિક બનવાનું શીખવામાં મદદ કરો.
    Ver libro
  • હું મારી મમ્મીને પ્રેમ કરું છું I Love My Mom - cover

    હું મારી મમ્મીને પ્રેમ કરું છું...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    દરેક વ્યક્તિ તેની મમ્મીને પ્રેમ કરે છે, પછી ભલે તેમની ઉંમર ગમે તે હોય. આ સૂવાના સમયની વાર્તામાં, નાનો સસલો જીમ્મી અને તેના મોટાભાઈઓ મમ્મીના જન્મદિવસ માટે એક સરસ ભેટ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ બતાવવા માંગે છે કે તેઓ પોતાની મમ્મીને કેટલો પ્રેમ કરે છે.પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમને કયો સર્જનાત્મક ઉકેલ મળ્યો? આ સચિત્ર બાળકોના પુસ્તકમાં તમે એ જાણી શકશો. આ બાળકોનું પુસ્તક સૂવાના સમયની ટૂંકીવાર્તાઓના સંગ્રહનો એક ભાગ છે.સૂવાના સમયે તમારા બાળકોને વાંચી સંભળાવવા માટે આ વાર્તા આદર્શ હોઈ શકે છે અને આખા પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Ver libro
  • સુપરહીરો બનવું - cover

    સુપરહીરો બનવું

    Liz Shmuilov, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    ઘણા બાળકો સુપરહીરો બનવાનું સપનું જુએ છે. બાળકોની આ પુસ્તિકામાં, રોન અને તેની ખાસ મિત્ર માયા હીરો બનવાની મજેદાર પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેઓ સુપરહીરોના જરૂરી નિયમો શીખે છે જે તેમને તેમનું પહેલું મિશન પૂરું કરવામાં મદદ કરે છે. તેઓ ભેગા મળીને માયાના ભાઈને મદદ કરે છે અને પોતાના વિશે નવી વસ્તુઓ શીખે છે. શું તમે પણ સુપરહીરો બનવા માંગો છો?
    Ver libro
  • પ્રવાસી કેટરપિલર - cover

    પ્રવાસી કેટરપિલર

    Rayne Coshav, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આ વાર્તા એક કેટરપિલર વિશે છે જે આકસ્મિક રીતે જંગલમાં આવેલા તેના ઘરથી દૂર એક સાહસિક પ્રવાસ પર ગઈ હતી. તેનો અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો. તેણે નવી-નવી વસ્તુ ખાધી અને નવી-નવી જગ્યાઓ જોઈ. પરંતુ અંતે, તેને સૌથી વધારે ખુશી ત્યારે થઈ જ્યારે તે પાછી પોતાના પરિવાર પાસે ઘરે આવી ગઈ.
    Ver libro