Join us on a literary world trip!
Add this book to bookshelf
Grey
Write a new comment Default profile 50px
Grey
Listen online to the first chapters of this audiobook!
All characters reduced
Diamonds are forever so are morals (gujarati) - cover
PLAY SAMPLE

Diamonds are forever so are morals (gujarati)

Govind Dholakia

Narrator Govind Dholakia

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd

  • 0
  • 0
  • 0

Summary

એકવાર હીરો કટ થઈ જાય એટલે તેને તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાઓ પૂરી થઈ જાય. જો એકવાર ખોટો કટ મુકાઈ જાય અને હીરાના ટુકડા થઈ જાય, પછી તેને પાછા જોડી શકાતા નથી. એટલું જ અગત્યનું એ પણ છે કે એકવાર ખોટો કટ મુકાઈ ગયો, ભૂલ થઈ ગઈ પછી તેના ઉપર જ વિચાર કર્યા કરવો, પસ્તાયા કરવું કે હવે શું કરશું? શોક કર્યા કરવો એ પણ વ્યર્થ છે. છૂટેલું તીર, નદીમાં વહી ગયેલું પાણી કે વીતી ગયેલો સમય પાછો આવવાનો છે? ના... તો પછી આગળનું વિચારીએ ને...! આપણે વહેતી નદીમાં એક જ પાણીમાં બે વાર પગ બોળી શકતા નથી. એ પાણી તો વહી જ ગયું. માટે ભૂતકાળને ભૂલી જાવ, ભવિષ્યની ચિંતા ન કરો, વર્તમાનને સુધારી લો. તેથી વિચારપૂર્વકનું આયોજન કરીને કામ કરીએ અને અનુભવીઓની સલાહ લઈને પૂરા શ્રદ્ધા-વિશ્વાસ સાથે કામ કરીએ. 
* * * 
સમાપનના ઉંબરે ઊભાં ઊભાં વીતેલા જીવન તરફ દૃષ્ટિપાત કરતાં સંતોષ થાય છે. મેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યા. સારી વસ્તુઓ, ઘટનાઓ બનતી ગઈ. ઘણી બાબતો મારાં આયોજન અને અવધારણા મુજબ આકાર લેતી ગઈ, ક્યારેક સ્વભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશ. હું જો જુદો હોત, તો મારું ભાગ્ય પણ જુદું હોત, પણ જાણે કે એ મારે માટે જ નિર્માયેલું હતું. મારા વિશે, મારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથી. પણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે, ‘હું જીવન જીવતો હતો એમ નહીં, પણ જીવન મારા દ્વારા જિવાતું જતું હતું...’ જગતનિયંતા તો સ્પષ્ટ જ છે. તેની યોજનાઓ સુરેખ જ છે, આપણાં જ મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતાં હોય છે. જે કંઈ થોડી-ઘણી, નાની-મોટી જવાબદારીઓ, કર્તવ્યો મારે ભાગે આવ્યા તેને હું નિભાવતો ગયો. પ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી... આમ જુઓ તો આપણે કંઈ જ નથી, પરંતુ આપણે ધારીએ તો કંઈપણ કરી શકીએ છીએ. મેં તો SRKની દીવાલ ઉપર આ મંત્ર કોતરાવી રાખ્યો છે – ‘I am nothing, but I can do anything’. હું કંઈ જ નથી, તેમ છતાં કંઈપણ કરી શકું છું. અહંકારરહિત જીવન જીવવું અને ભરપૂર આત્મવિશ્વાસથી કાર્ય કરવું – આ મારો જીવનમંત્ર છે.
Duration: about 17 hours (16:42:19)
Publishing date: 2025-01-08; Unabridged; Copyright Year: — Copyright Statment: —