¡Acompáñanos a viajar por el mundo de los libros!
Añadir este libro a la estantería
Grey
Escribe un nuevo comentario Default profile 50px
Grey
¡Escucha online los primeros capítulos de este audiolibro!
All characters reduced
Mare Pan Ek Ghar Hoy - cover
REPRODUCIR EJEMPLO

Mare Pan Ek Ghar Hoy

Varsha Adalja

Narrador Bhumika Barot

Editorial: Storyside IN

  • 0
  • 0
  • 0

Sinopsis

" આ નવલકથા ઘણી રીતે પોંખાઇ છે. ૧૯૭૨માં તે વર્ષની , લેંખિકાની શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળ્યા પછી આજ સુધી તેની વણથંભી સફર ચાલુ છે. તેની સતત આવૃત્તિ થતી રહે છે, તેનો અંગ્રેજી અને હિંદીમાં અનુવાદ થયો છે, તેની પરથી બે વખત ગુજરાતીમાં ટીવી સિરીયલ બની છે અને ગુજરાતીમાં બનેલી ફિલ્મને ગુજરાત સરકારના ૭ એવોર્ડ મળ્યા હતા. શ્રેષ્ઠ મૌલિક કથાનનુ પ્રથમ પારિતોષિક લેંખિકા વર્ષા અડાલજાને મળ્યું હતું .
બે બહેનોનાં પ્રેમ અને ત્યાગ ,વેર અને ઇર્ષાની અત્યંત હદયસ્પર્શી કથા છે. લીના સુરેંખા બે બહેનો છે.સુરેખાને અવારનવાર સ્કીઝોફ્રેનિયાના એટેક આવે છે ત્યારે ડોક્ટર સલાહ આપે છે કે એને મનગમતું બધું તમે કરો તો એ ઉશ્કેરાશે નહી અને ટ્રીટમેન્ટ ,મેડિસીનથી હોપફુલી સાજી થશે.
મોટીબેન લીના સુરેખાને ખુશ રાખવા નાના મોટા ત્યાગ કરતી રહે છે ,એના દરેક હાસ્યની કિંમત લીના આંસુંથી ચૂકવતી રહે છે. સુરેખા હવે સ્વસ્થ અને સુંદર યુવતી છે .
ત્યારે લીનાને થાય છે ,મારે પણ એક ઘર હોય ,પ્રમાળ પતિ હોય અને મારું એક બાળક - કોઇ પઑણ સ્ત્રીને હોય એવું એક નાજુક સ્વપ્ન લીનાની આંખમાં ઉછરી રહ્યું છે. લીનાને પોતાની સાથે ઓફિસમાં છે તે અનુપમ ગમવા લાગે છે, એને થાય છે એનું સ્વપ્ન હવે પૂરુ થશે .
પણ સુરેશા અનુપમને પસંદ કરે છે અને...
બારણાની ઝીણી તિરાડમાંથી અદ્રશ્ય રીતે પવન આવે એમ લીનાનાં મનમાં સુરેખા માટે રોષ પ્રગટે છે. બન્ને બહેનો હવે સામસામે છેડે ઉભી છે. ....
આ લઘુકથામાં જીવનના ચડાવઉતાર ,આરોહ અવરોહની નિતાંત સુંદર કથા છે ,કદાચ તમારી છે મારી પણ .કથાનો અણધાર્યો વળાંક જીવનનાં રહસ્યને ઉજાગર કરે છે. લીનાનું સપનું સાચું પડે છે અને નહી પણ એ તો કથા જ તમને કહેશે."
Duración: alrededor de 4 horas (03:34:29)
Fecha de publicación: 05/04/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —