¡Acompáñanos a viajar por el mundo de los libros!
Añadir este libro a la estantería
Grey
Escribe un nuevo comentario Default profile 50px
Grey
¡Escucha online los primeros capítulos de este audiolibro!
All characters reduced
Khari Padelo Tahuko - cover
REPRODUCIR EJEMPLO

Khari Padelo Tahuko

Varsha Adalja

Narrador Rupa Bhimani

Editorial: Storyside IN

  • 0
  • 0
  • 0

Sinopsis

"મેન્ટલી ચેલેન્જ્ડ બાળક અને તેની માતા વચ્ચેનાં નાજુક સંબંધની અત્યંત સંવેદનશીલ આ કથા તમારા દિલનાં તાર જરુર ઝણઝણાવી મૂકશે. અનેક આવૃતિ થયેલી આ નવલકથા ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ઠ કૃતિ તરીકે સ્થાન પામી છે.
લેખિકા હંમેશા એવી કથા લઇને આવે છે જે વિષે આપણે ભાગ્યે કશું જાણતા હોઇએ. એ તે તે સ્થળોએ જઇ ,સાચાં પાત્રો પ્રસંગો શોંધી ,તેમના હદયની વેદના જાણી રસભર કથારુપે આલેખી એક નવી અને અજાણી દુનિયામાં ડોકિયું કરાવે છે .કહેવાય છે કે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઇ છે .પણ ખરેખર એવું બન્યું છે! દૂર દૂરનાં ગ્રહ વિષે આપણે જાણીયે છીએ પણ બાજુમાં ઉભેલા માણસનું મન જાણતા નથી .ઉલટાવું માણસ એકમેકથી દૂર થઇ ગયો છે.
વૃંદા અને અનંતનું સુખી દાંપત્ય છે, એક પૂત્ર સાથે જાણે સંસારનું સર્વ સુખ આવી મળ્યું .નાની રુમમાંથી અનંત ધીમે ધીમે નિસરણીનાં પગથિયાં ચડતો ઉપર જાય છે,સફળતા અને સંપત્તિનાં નશામાં એ પણ ખ્યાલ નથી રહેતો કે વૃંદા પાછળ રહી ગઇ છે.
વૃંદાને અચાનક ખ્યાલ આવે છે એ ગર્ભવતી છે ઘણા વર્ષો પછી. અનંતને હવે આકાશ આંબવા જતાં વૃંદા માટે સમય નથી। વૃંદા શ્યામાને જન્મ આપે છે જે મેન્ટલી ચેલેન્જ્ડ છે. અનંત એના નવા પ્રોજેક્ટમા વ્યસ્ત છે અને વૃંદા શ્યામામાં .અનંતને નવાઇ એ લાગે છે કે વૃંદાને એની બીઝનંસ પાર્ટીમાં રસ નથી ,શ્યામા જે લાકડાના ટૂકડાની જેમ પડી રહે છે તેની પાંછળ આટલો સમય શું કામ વ્યતીત કરે છે?
પરંતુ વૃંદા એ કીર્તિ અને કલદારની બનાવટી દુનિયામાં ગોઠવાઇ નથી શકતી. એ શ્યામાને લઇ રોજ હોસ્પિટલ જાય છે ત્યારે ત્યાં જુદી। જ દુનિયા જુએ છે. ત્યાં જુદી જુદી બિમારીથી પીડાતા અનેક બાળકોને જુએ છે જેને વાચા નથી છતાં એ પ્રેમની ભાષા સમજે છે,ડોક્ટરે જેની સાજા થવાની આશા થોડી દીધી હોય તેના હ્દયમાં રામ છે તે હોંકારો ભણે છે બાળક બોલતું થાય છે.
Duración: alrededor de 6 horas (05:48:40)
Fecha de publicación: 25/11/2021; Unabridged; Copyright Year: 2021. Copyright Statment: —