Junte-se a nós em uma viagem ao mundo dos livros!
Adicionar este livro à prateleira
Grey
Deixe um novo comentário Default profile 50px
Grey
Ouça online os primeiros capítulos deste audiobook!
All characters reduced
Mahotu - cover
OUçA EXEMPLO

Mahotu

Raam Mori

Narrador Raam Mori

Editora: Storyside IN

  • 0
  • 0
  • 0

Sinopse

'રામ મોરી'. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ 'મહોતું' વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. 'મહોતું' સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની સામે દાંતિયા કરીને ઉભું છે. 21મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી...એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં..... સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!
Duração: aproximadamente 6 horas (05:55:53)
Data de publicação: 03/01/2023; Unabridged; Copyright Year: 2023. Copyright Statment: —