¡Acompáñanos a viajar por el mundo de los libros!
Añadir este libro a la estantería
Grey
Escribe un nuevo comentario Default profile 50px
Grey
Suscríbete para leer el libro completo o lee las primeras páginas gratis.
All characters reduced
સુપરહીરો બનવું Being a Superhero - cover

સુપરહીરો બનવું Being a Superhero

Liz Shmuilov, Books KidKiddos

Editorial: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Sinopsis

ઘણા બાળકો સુપરહીરો બનવાનું સપનું જુએ છે. બાળકોની આ પુસ્તિકામાં, રોન અને તેની ખાસ મિત્ર માયા હીરો બનવાની મજેદાર પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેઓ સુપરહીરોના જરૂરી નિયમો શીખે છે જે તેમને તેમનું પહેલું મિશન પૂરું કરવામાં મદદ કરે છે. તેઓ ભેગા મળીને માયાના ભાઈને મદદ કરે છે અને પોતાના વિશે નવી વસ્તુઓ શીખે છે. શું તમે પણ સુપરહીરો બનવા માંગો છો?
Disponible desde: 28/02/2024.
Longitud de impresión: 34 páginas.

Otros libros que te pueden interesar

  • Navyug Ki Aur (Gujarati) નવયુગ તરફ - સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા ચૌદમા ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન-૨૦૨૦ (૭ જાન્યુઆરીથી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦) દરમિયાન સાધકોને અપાયેલા સંદેશાઓ - cover

    Navyug Ki Aur (Gujarati) નવયુગ...

    Shivkrupanand Swami

    • 0
    • 0
    • 0
    ‘સમર્પણ ધ્યાન’ સંસ્કારના પ્રણેતા સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં ચૌદ વર્ષથી સમર્પણ આશ્રમ, દાંડીમાં પિસ્તાલીસ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન કરતા આવ્યા છે. આ દિવસોમાં પૂજ્ય ગુરુદેવ સતત ધ્યાનની ઉચ્ચતમ સ્થિતિમાં રહે છે અને મનુષ્યસમાજના પ્રત્યેક વર્ગના લોકોના આધ્યાત્મિક ઉત્થાન માટે લિખિત સંદેશ મોકલતા રહે છે. 
    ૨૦૨૦નું વર્ષ પૂજ્ય ગુરુદેવે ‘બાલવર્ષ’ના રૂપમાં ઘોષિત કર્યું છે. વર્તમાન સમયમાં સ્પર્ધાપૂર્ણ, તનાવયુક્ત વાતાવરણમાં દરેક બાળકો સ્વસ્થ, સુરક્ષિત તેમજ સુસંસ્કૃત રહે, એ જ ઉદ્દેશથી પૂજ્ય ગુરુદેવે તેમના આ વર્ષના અનુષ્ઠાનના લિખિત સંદેશાઓના માધ્યમથી બાળકોને સમર્પણ ધ્યાનયોગ સંસ્કાર સાથે જોડાવા માટે પ્રેરિત કર્યાં છે. આ પુસ્તિકા તેમના આ જ સંદેશાઓનું સંકલન છે. 
    બાળકો સમર્પણ ધ્યાનયોગ સંસ્કાર ગ્રહણ કરીને નિયમિત ધ્યાનસાધના દ્વારા પોતાની ભીતર છુપાયેલી ઊર્જાને સક્રિય કરી પોતાનું સકારાત્મક, શક્તિશાળી સુરક્ષાકવચનું નિર્માણ કરી શકે છે અને નજીકના ભવિષ્યમાં વધારે પ્રભાવક થનારી નૈરાશ્ય જેવી ભયાનક બીમારીથી પોતાની સુરક્ષા કરી શકે છે. તેઓ સકારાત્મક, સંતુલિત, સફળ, અબોધિતાયુક્ત, સુખમય જીવન જીવીને આ જ જીવનમાં કર્મમુક્ત અવસ્થા એટલે કે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પુસ્તિકા નવયુગના નિર્માણમાં દિશાસૂચક અવશ્ય સાબિત થશે! આ સંદેશાઓના માધ્યમથી બાળકોની સાથે સાથે આપણે મોટા લોકો પણ અવશ્ય લાભાન્વિત થઈશું, એવો મને વિશ્વાસ છે.
    Ver libro
  • મમ્મીચલ રમીએ! Let’s Play Mom! - cover

    મમ્મીચલ રમીએ! Let’s Play Mom!

    Shelley Admont, Books KidKiddos

    • 0
    • 0
    • 0
    પહેલા ધોરણમાં ભણતી એક છોકરી દ્વારા કહેવામાં આવેલી એક હૃદયસ્પર્શી વાર્તા, જે તેની મમ્મીને ખુશ કરવા અને તેને હસાવવાની રીત શોધે છે. સાથે વિતાવેલા સમય કરતાં વધુ કિંમતી બીજું કંઈ હોઈ શકે નહીં.આ બાળવાર્તામાં બાળકો અને માતા-પિતા બંને માટે સંદેશ છે, જે બાળકોને કરુણા અને રચનાત્મકતા શીખવે છે, જ્યારે માતાપિતાને તેમના બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાના મહત્વને યાદ કરાવે છે.
    Ver libro
  • હું મારી મમ્મીને પ્રેમ કરું છું - cover

    હું મારી મમ્મીને પ્રેમ કરું છું

    Shelley Admont, Books KidKiddos

    • 0
    • 0
    • 0
    દરેક વ્યક્તિ તેની મમ્મીને પ્રેમ કરે છે, પછી ભલે તેમની ઉંમર ગમે તે હોય. આ સૂવાના સમયની વાર્તામાં, નાનો સસલો જીમ્મી અને તેના મોટાભાઈઓ મમ્મીના જન્મદિવસ માટે એક સરસ ભેટ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ બતાવવા માંગે છે કે તેઓ પોતાની મમ્મીને કેટલો પ્રેમ કરે છે.
    પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમને કયો સર્જનાત્મક ઉકેલ મળ્યો? આ સચિત્ર બાળકોના પુસ્તકમાં તમે  એ જાણી શકશો. 
    આ બાળકોનું પુસ્તક સૂવાના સમયની ટૂંકીવાર્તાઓના સંગ્રહનો એક ભાગ છે.
    સૂવાના સમયે તમારા બાળકોને વાંચી સંભળાવવા માટે આ વાર્તા આદર્શ હોઈ શકે છે અને આખા પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Ver libro
  • મારી મમ્મી કમાલ છે - cover

    મારી મમ્મી કમાલ છે

    Shelley Admont, Books KidKiddos

    • 0
    • 0
    • 0
    આ રાત્રે સૂતી વખતે વાંચવાની હ્રદયસ્પર્શી વાર્તામાં એક નાનકડી છોકરી વર્ણવે છે કે તેની મમ્મી શામાટે કમાલની છે. આપણે તેના આખા દિવસમાં બનતી ઘટનાઓ જોઈએ છીએ અને કેવી રીતે તે તેની મમ્મી સાથે પ્રેમાળ સંબંધ અનુભવે છે. મમ્મીને હંમેશા ખબર હોય છે કે તે શું અનુભવે છે અને તેની કોઈ પણ સમસ્યામાં કેવી રીતે મદદ કરે છે. એક ખૂબ જટિલ લાગતી વાળની સ્ટાઈલ પણ મમ્મીએ કેટલા ઓછા સમયમાં બનાવી દીધી. મમ્મી તેને સવારે ઉઠવામાં મદદ કરે છે અને તે ઉદાસ હોય ત્યારે તેને જોરથી ગળે લગાવે છે. પુસ્તકમાં સુંદર મજાનાં ચિત્રો અને સંદેશ છે જેની સાથે બધા જ પોતાને જોડી શકશે. આ માતા અને તેમના બાળકો માટેનું એક સરસ પુસ્તક છે.
    Ver libro
  • મને મારો રૂમ સાફ રાખવો બહુ ગમે છે - cover

    મને મારો રૂમ સાફ રાખવો બહુ ગમે છે

    Shelley Admont, Books KidKiddos

    • 0
    • 0
    • 0
    આ બાળકોની પુસ્તિકા બાળકોને જવાબદારી લેવા અને તેમના રૂમને વ્યવસ્થિત રાખવા પ્રેરિત કરી શકે છે. આ ચિત્ર પુસ્તિકામાં નાનો સસલો જીમી અને તેના ભાઈઓ જે પાઠ શીખે છે તેને સમજો. તેઓ સાથે મળીને કામ કરવાનું, તેમનો રૂમ સાફ કરવાનું અને તેમના રમકડાં ગોઠવવાનું શીખે છે. આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ હોઈ શકે છે અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Ver libro
  • હું મારી મમ્મીને પ્રેમ કરું છું I Love My Mom - cover

    હું મારી મમ્મીને પ્રેમ કરું છું...

    Shelley Admont, Books KidKiddos

    • 0
    • 0
    • 0
    દરેક વ્યક્તિ તેની મમ્મીને પ્રેમ કરે છે, પછી ભલે તેમની ઉંમર ગમે તે હોય. આ સૂવાના સમયની વાર્તામાં, નાનો સસલો જીમ્મી અને તેના મોટાભાઈઓ મમ્મીના જન્મદિવસ માટે એક સરસ ભેટ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ બતાવવા માંગે છે કે તેઓ પોતાની મમ્મીને કેટલો પ્રેમ કરે છે.પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમને કયો સર્જનાત્મક ઉકેલ મળ્યો? આ સચિત્ર બાળકોના પુસ્તકમાં તમે એ જાણી શકશો. આ બાળકોનું પુસ્તક સૂવાના સમયની ટૂંકીવાર્તાઓના સંગ્રહનો એક ભાગ છે.સૂવાના સમયે તમારા બાળકોને વાંચી સંભળાવવા માટે આ વાર્તા આદર્શ હોઈ શકે છે અને આખા પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Ver libro