Begleiten Sie uns auf eine literarische Weltreise!
Buch zum Bücherregal hinzufügen
Grey
Einen neuen Kommentar schreiben Default profile 50px
Grey
Jetzt das ganze Buch im Abo oder die ersten Seiten gratis lesen!
All characters reduced
મને ડે-કેરમાં જવું બહુ ગમે છે I Love to Go to Daycare - ગુજરાતી - cover

મને ડે-કેરમાં જવું બહુ ગમે છે I Love to Go to Daycare - ગુજરાતી

Shelley Admont, KidKiddos Books

Verlag: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Beschreibung

નાનો સસલો જીમી, ખૂબ જ ઉદાસ અને ગભરાયેલો છે. આવતીકાલે ડે-કેરમાં તેનો પહેલો દિવસ છે, પરંતુ તે તેની મમ્મી સાથે ઘરે જ રહેવા માંગે છે. જીમી સાથે મળો અને જાણો કે કેવી રીતે તેનું મૈત્રીપૂર્ણ ટેડી બેર તેને ઉત્સાહિત થવામાં મદદ કરે છે. બાળકોની આ પુસ્તિકા તમારા નાના બાળકોને તેમના મમ્મી-પપ્પાને પહેલીવાર છોડવાની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે તેમજ તેમને જીવનના નવા પરિવર્તનોને ઉત્સાહથી અપનાવવામાં મદદ કરી શકે છે.આખરે, જીમીને સમજાઈ જાય છે કે ડે-કેરમાં કેટલી બધી મજા આવે છે!આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
Verfügbar seit: 24.05.2024.
Drucklänge: 34 Seiten.

Weitere Bücher, die Sie mögen werden

  • Toppers Ni Top Tips - cover

    Toppers Ni Top Tips

    J.P.S. Jolly

    • 0
    • 0
    • 0
    ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા.
    અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો.
    Zum Buch
  • મારી મમ્મી કમાલ છે My Mom is Awesome - cover

    મારી મમ્મી કમાલ છે My Mom is...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આ રાત્રે સૂતી વખતે વાંચવાની હ્રદયસ્પર્શી વાર્તામાં એક નાનકડી છોકરી વર્ણવે છે કે તેની મમ્મી શામાટે કમાલની છે. આપણે તેના આખા દિવસમાં બનતી ઘટનાઓ જોઈએ છીએ અને કેવી રીતે તે તેની મમ્મી સાથે પ્રેમાળ સંબંધ અનુભવે છે. મમ્મીને હંમેશા ખબર હોય છે કે તે શું અનુભવે છે અને તેની કોઈ પણ સમસ્યામાં કેવી રીતે મદદ કરે છે. એક ખૂબ જટિલ લાગતી વાળની સ્ટાઈલ પણ મમ્મીએ કેટલા ઓછા સમયમાં બનાવી દીધી. મમ્મી તેને સવારે ઉઠવામાં મદદ કરે છે અને તે ઉદાસ હોય ત્યારે તેને જોરથી ગળે લગાવે છે. પુસ્તકમાં સુંદર મજાનાં ચિત્રો અને સંદેશ છે જેની સાથે બધા જ પોતાને જોડી શકશે. આ માતા અને તેમના બાળકો માટેનું એક સરસ પુસ્તક છે.
    Zum Buch
  • બોક્સર અને બ્રેન્ડન - cover

    બોક્સર અને બ્રેન્ડન

    Inna Nusinsky, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આ એક કૂતરા અને નાના છોકરા વચ્ચેની મિત્રતાની હૃદયસ્પર્શી વાર્તા છે. જ્યારે તેમાંથી કોઈને બીજાની મદદની જરૂર હોય ત્યારે તેઓ હંમેશા એકબીજા માટે હાજર રહે છે. સાચી મિત્રતાનો અર્થ આ જ છે.
    Zum Buch
  • મને મદદ કરવી ગમે છે - ગુજરાતી - cover

    મને મદદ કરવી ગમે છે - ગુજરાતી

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમ્મી, એક નાનકડું સસલું છે જે તેના પરિવાર સાથે બીચ પર ફરવા જાય છે. ત્યાં તે  બીજાને મદદ કરવાનું મહત્વ સમજે છે જ્યારે તેણે બનાવેલ રેતીનો કિલ્લો પાણીના મોજા દ્વારા  નષ્ટ થઈ જાય છે, અને પછી જ્યારે તેનો પરિવાર ફરી એક મોટો અને વધુ સારો કિલ્લો બનાવવામાં મદદ કરે છે   ત્યારે તેને સમજાય છે કે જ્યારે આપણે એકબીજાને મદદ કરીએ છે ત્યારે બધુ કેવું સરસ રીતે થાય છે.
    Zum Buch
  • મને મારો રૂમ સાફ રાખવો બહુ ગમે છે - cover

    મને મારો રૂમ સાફ રાખવો બહુ ગમે છે

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આ બાળકોની પુસ્તિકા બાળકોને જવાબદારી લેવા અને તેમના રૂમને વ્યવસ્થિત રાખવા પ્રેરિત કરી શકે છે. આ ચિત્ર પુસ્તિકામાં નાનો સસલો જીમી અને તેના ભાઈઓ જે પાઠ શીખે છે તેને સમજો. તેઓ સાથે મળીને કામ કરવાનું, તેમનો રૂમ સાફ કરવાનું અને તેમના રમકડાં ગોઠવવાનું શીખે છે. આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ હોઈ શકે છે અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Zum Buch
  • મને ફળો અને શાકભાજી ખાવા બહુ ગમે છે - cover

    મને ફળો અને શાકભાજી ખાવા બહુ ગમે છે

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમી, નાના સસલાને, કેન્ડી બહુ ભાવે છે. તે કબાટની અંદર છુપાયેલ કેન્ડીની થેલી  શોધવા માટે ધીરેથી રસોડામાં જાય છે. જીમી કેન્ડીની થેલી સુધી પહોંચવા માટે ઉપર ચઢે છે ત્યારે તરત જ શું થાય છે? જ્યારે તમે બાળકોનું આ સચિત્ર પુસ્તક વાંચશો ત્યારે તમને ખબર પડશે. એ દિવસથી, તેને સ્વસ્થ આહાર ખાવાની આદત પડી ગઈ અને તેને તેના ફળો અને શાકભાજી ખાવાનું પણ ગમવા લાગ્યું.
    Zum Buch