Rejoignez-nous pour un voyage dans le monde des livres!
Ajouter ce livre à l'électronique
Grey
Ecrivez un nouveau commentaire Default profile 50px
Grey
Abonnez-vous pour lire le livre complet ou lisez les premières pages gratuitement!
All characters reduced
મને બ્રશ કરવું બહુ ગમે છે - cover

મને બ્રશ કરવું બહુ ગમે છે

Shelley Admont, KidKiddos Books

Maison d'édition: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Synopsis

નાના જીમીને બ્રશ કરવાનું પસંદ નથી. તેની મમ્મી તેને એકદમ નવું કેસરી રંગનું ટૂથબ્રશ આપે છે, જે તેનો મનપસંદ રંગ છે, તોપણ તે તેને વાપરતો નથી. પરંતુ જ્યારે નાના જીમી સાથે વિચિત્ર અને જાદુઈ વસ્તુઓ થવાનું શરૂ થાય છે, ત્યારે તેને અહેસાસ થવા લાગે છે કે તેના માટે બ્રશ કરીને દાંત સાફ રાખવા કેટલું જરૂરી છે. 'મને બ્રશ કરવું બહુ ગમે છે' એ સુંદર ચિત્રોથી ભરેલી એક મજેદાર વાર્તા છે જે તમારા બાળકોનું ધ્યાન આકર્ષિત કરશે. જો તમારા બાળકને બ્રશ કરવાનું શીખવામાં તકલીફ થઈ રહી હોય તો આ પુસ્તિકા તમારા માટે જ છે, તેને સાથે મળીને વાંચો.આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
Disponible depuis: 17/11/2023.
Longueur d'impression: 34 pages.

D'autres livres qui pourraient vous intéresser

  • Toppers Ni Top Tips - cover

    Toppers Ni Top Tips

    J.P.S. Jolly

    • 0
    • 0
    • 0
    ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા.
    અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો.
    Voir livre
  • એક અદ્ભુત દિવસ A Wonderful Day - cover

    એક અદ્ભુત દિવસ A Wonderful Day

    Sam Sagolski, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આભારના ભાવ વિશેનું આ પુસ્તક બાળકોને દરેક બાબતમાં સારી વસ્તુ જોવાનું શીખવે છે. ડેની પપ્પાને તેના દિવસ વિશે કહે છે અને જે-જે થયું તે બધું વર્ણવે છે. ભલે ડેનીનો દિવસ તેની યોજના મુજબ વીત્યો ન હતો, તેમ છતાં તે તેનો ભરપૂર આનંદ માણી શક્યો. આપણને એ જાણવા મળ્યું કે દરેક ખરાબ પરિસ્થિતિમાં આપણને કોઇક એવી સારી વસ્તુ તો જોવા મળે જ છે જેના માટે આપણે આભારી રહી શકીએ.
    Voir livre
  • મને શિયાળો બહુ ગમે છે I Love Winter - cover

    મને શિયાળો બહુ ગમે છે I Love Winter

    શેલી એડમોન્ટ, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    શિયાળો એ બરફમાં રમવાની એક મજેદાર અને સુંદર ઋતુ છે, પરંતુ નાનો સસલો જીમી ઠંડા વાતાવરણ માટે તૈયાર ન હતો. જ્યારે તે જાણી લે છે કે તેણે પોતાને કેવી રીતે ગરમ રાખવું જોઈએ, પછી તે તેના પરિવાર સાથે બહાર સમય પસાર કરવાનો આનંદ માણી શકે છે.
    Voir livre
  • એક અદ્ભુત દિવસ - cover

    એક અદ્ભુત દિવસ

    Sam Sagolski, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    આભારના ભાવ વિશેનું આ પુસ્તક બાળકોને દરેક બાબતમાં સારી વસ્તુ જોવાનું શીખવે છે. ડેની પપ્પાને તેના દિવસ વિશે કહે છે અને જે-જે થયું તે બધું વર્ણવે છે. ભલે ડેનીનો દિવસ તેની યોજના મુજબ વીત્યો ન હતો, તેમ છતાં તે તેનો ભરપૂર આનંદ માણી શક્યો. આપણને એ જાણવા મળ્યું કે દરેક ખરાબ પરિસ્થિતિમાં આપણને કોઇક એવી સારી વસ્તુ તો જોવા મળે જ છે જેના માટે આપણે આભારી રહી શકીએ.
    Voir livre
  • મને સાચું કહેવું ગમે છે I Love to Tell the Truth - cover

    મને સાચું કહેવું ગમે છે I Love...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમી એક નાનું સસલું મુશ્કેલીમાં છે. આકસ્મિક રીતે, તેણે તેની માતાના પ્રિય ફૂલોનો નાશ કર્યો. જો તે જૂઠું બોલે તો શું તે મદદ કરશે? અથવા સત્ય કહેવું અને સમસ્યાને અલગ રીતે હલ કરવાનો પ્રયાસ કરવો વધુ સારું છે?તમારા બાળકોને આ મનોરંજક બાળકોના પુસ્તક સાથે વધુ પ્રમાણિક બનવાનું શીખવામાં મદદ કરો.
    Voir livre
  • મને ડે-કેરમાં જવું બહુ ગમે છે I Love to Go to Daycare - ગુજરાતી - cover

    મને ડે-કેરમાં જવું બહુ ગમે છે I...

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    નાનો સસલો જીમી, ખૂબ જ ઉદાસ અને ગભરાયેલો છે. આવતીકાલે ડે-કેરમાં તેનો પહેલો દિવસ છે, પરંતુ તે તેની મમ્મી સાથે ઘરે જ રહેવા માંગે છે. જીમી સાથે મળો અને જાણો કે કેવી રીતે તેનું મૈત્રીપૂર્ણ ટેડી બેર તેને ઉત્સાહિત થવામાં મદદ કરે છે. બાળકોની આ પુસ્તિકા તમારા નાના બાળકોને તેમના મમ્મી-પપ્પાને પહેલીવાર છોડવાની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે તેમજ તેમને જીવનના નવા પરિવર્તનોને ઉત્સાહથી અપનાવવામાં મદદ કરી શકે છે.આખરે, જીમીને સમજાઈ જાય છે કે ડે-કેરમાં કેટલી બધી મજા આવે છે!આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
    Voir livre