મારી મમ્મી કમાલ છે My Mom is Awesome
Shelley Admont, KidKiddos Books
Verlag: KidKiddos Books
Beschreibung
આ રાત્રે સૂતી વખતે વાંચવાની હ્રદયસ્પર્શી વાર્તામાં એક નાનકડી છોકરી વર્ણવે છે કે તેની મમ્મી શામાટે કમાલની છે. આપણે તેના આખા દિવસમાં બનતી ઘટનાઓ જોઈએ છીએ અને કેવી રીતે તે તેની મમ્મી સાથે પ્રેમાળ સંબંધ અનુભવે છે. મમ્મીને હંમેશા ખબર હોય છે કે તે શું અનુભવે છે અને તેની કોઈ પણ સમસ્યામાં કેવી રીતે મદદ કરે છે. એક ખૂબ જટિલ લાગતી વાળની સ્ટાઈલ પણ મમ્મીએ કેટલા ઓછા સમયમાં બનાવી દીધી. મમ્મી તેને સવારે ઉઠવામાં મદદ કરે છે અને તે ઉદાસ હોય ત્યારે તેને જોરથી ગળે લગાવે છે. પુસ્તકમાં સુંદર મજાનાં ચિત્રો અને સંદેશ છે જેની સાથે બધા જ પોતાને જોડી શકશે. આ માતા અને તેમના બાળકો માટેનું એક સરસ પુસ્તક છે.
