Unisciti a noi in un viaggio nel mondo dei libri!
Aggiungi questo libro allo scaffale
Grey
Scrivi un nuovo commento Default profile 50px
Grey
Iscriviti per leggere l'intero libro o leggi le prime pagine gratuitamente!
All characters reduced
મને શિયાળો બહુ ગમે છે I Love Winter - cover

મને શિયાળો બહુ ગમે છે I Love Winter

શેલી એડમોન્ટ, KidKiddos Books

Casa editrice: KidKiddos Books

  • 0
  • 0
  • 0

Sinossi

શિયાળો એ બરફમાં રમવાની એક મજેદાર અને સુંદર ઋતુ છે, પરંતુ નાનો સસલો જીમી ઠંડા વાતાવરણ માટે તૈયાર ન હતો. જ્યારે તે જાણી લે છે કે તેણે પોતાને કેવી રીતે ગરમ રાખવું જોઈએ, પછી તે તેના પરિવાર સાથે બહાર સમય પસાર કરવાનો આનંદ માણી શકે છે.
Disponibile da: 28/02/2024.
Lunghezza di stampa: 34 pagine.

Altri libri che potrebbero interessarti

  • Toppers Ni Top Tips - cover

    Toppers Ni Top Tips

    J.P.S. Jolly

    • 0
    • 0
    • 0
    ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા.
    અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો.
    Mostra libro
  • શુભરાત્રિ મારા વ્હાલા! - cover

    શુભરાત્રિ મારા વ્હાલા!

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    એલેક્સને ઊંઘવાનું અઘરું લાગે છે, તેથી તે અલગ અલગ બહાના બનાવે છે. સુવાના સમયે વાર્તા વાંચ્યા બાદ તેના પિતા એલેક્સને એક સ્વપ્નનું આયોજન સૂચવે છે જે તે ઊંઘમાં સરી જાય ત્યારે જોવાનું ગમે. બંને ભેગા મળી એલેક્સના સ્વપ્નનું આયોજન કરે છે ત્યારે જુઓ તેમની કલ્પના તેમને ક્યાં લઈ જાય છે. રાત્રે સૂતા સમયે વાંચવાની આ વાર્તા બાળકને પ્રેમ અને રાહત અનુભવવામાં મદદ કરશે તથા તેમને શાંતિપૂર્ણ ભરપૂર ઊંઘ માટે તૈયાર કરશે.
    Mostra libro
  • મધુર સપનાં જોજે મારી વહાલી Sweet Dreams My Love - cover

    મધુર સપનાં જોજે મારી વહાલી Sweet...

    શેલી એડમોન્ટ, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    સૂવાનો સમય થઈ ગયો છે, પરંતુ એલિસ હજી સૂવા માંગતી નથી. મમ્મી તેની દીકરીને સૂતાં પહેલાંના નાનાં-મોટાં જરૂરી કામો કરાવીને, તેને શાંત કરવા માટે યાદ અપાવે છે કે સાંજે તે બંનેએ સાથે મળીને કયાં-કયાં મજાનાં કામ કર્યાં. સૌમ્યતાથી અને સુખદ રીતે લખાયેલી આ પુસ્તિકા એલિસ અને તેની મમ્મી વચ્ચેના પ્રેમ અને વાત્સલ્યથી ભરેલા સંબંધને દર્શાવે છે તેમજ બાળ પાઠકોને સારી ઊંઘ માટે તૈયાર કરે છે.
    Mostra libro
  • સુપરહીરો બનવું - cover

    સુપરહીરો બનવું

    Liz Shmuilov, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    ઘણા બાળકો સુપરહીરો બનવાનું સપનું જુએ છે. બાળકોની આ પુસ્તિકામાં, રોન અને તેની ખાસ મિત્ર માયા હીરો બનવાની મજેદાર પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેઓ સુપરહીરોના જરૂરી નિયમો શીખે છે જે તેમને તેમનું પહેલું મિશન પૂરું કરવામાં મદદ કરે છે. તેઓ ભેગા મળીને માયાના ભાઈને મદદ કરે છે અને પોતાના વિશે નવી વસ્તુઓ શીખે છે. શું તમે પણ સુપરહીરો બનવા માંગો છો?
    Mostra libro
  • મને મદદ કરવી ગમે છે I Love to Help - cover

    મને મદદ કરવી ગમે છે I Love to Help

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    જીમ્મી, એક નાનકડું સસલું છે જે તેના પરિવાર સાથે બીચ પર ફરવા જાય છે. ત્યાં તે બીજાને મદદ કરવાનું મહત્વ સમજે છે જ્યારે તેણે બનાવેલ રેતીનો કિલ્લો પાણીના મોજા દ્વારા નષ્ટ થઈ જાય છે, અને પછી જ્યારે તેનો પરિવાર ફરી એક મોટો અને વધુ સારો કિલ્લો બનાવવામાં મદદ કરે છે ત્યારે તેને સમજાય છે કે જ્યારે આપણે એકબીજાને મદદ કરીએ છે ત્યારે બધુ કેવું સરસ રીતે થાય છે.
    Mostra libro
  • હું આભારી છું I am Thankful - cover

    હું આભારી છું I am Thankful

    Shelley Admont, KidKiddos Books

    • 0
    • 0
    • 0
    ‘હું આભારી છું’ બતાવે છે કે જીવનમાં નાની-મોટી દરેક વસ્તુ માટે આભાર માનવો કેટલું સહેલું છે. સવારે જાગવાથી લઈને, સૂરજની ગરમીનો આનંદ માણવા સુધી, પાછા સૂઈ જવાથી લઈને તમારા મનપસંદ ટેડી બેરને ગળે લગાડવા સુધી. હંમેશા કંઈકને કંઈક સારી વસ્તુ તો જોવા મળે જ છે જેના માટે આપણે આભારી રહી શકીએ.
    Mostra libro