Javad Bhavad 2
Gunvantrai Acharya
Narratore Shreyamun Mehta
Casa editrice: Storyside IN
Sinossi
"ગુણવંતરાય આચાર્યની પ્રાણવાન કલમે લખાયેલી આ અદભૂત સાહસકથાઓની કથાશ્રેણી,'કાળભૈરવ,' 'સોહિણી સંઘાર', પછી 'જાવડ ભાવડ'- ૧ ,૨ છે. ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો સાગરકાંઠો , ૭૦૦૦ વર્ષ જેટલો સાગરી સફરનો ઇતિહાસ ધરાવે છે. અને આ ઇતિહાસની ધીંગી કથાઓ પહેલવહેલી આપી ગુણવતરાય આચાર્યે.સમુદ્રની પકૃતિ ,એનો મિંજાજ અને વહાંણવટાની વિદ્યાનું એનનું જ્ઞાન મુગ્ધ કરે એવું છે. ભારતની બધી ભાષાઓમાં સત્યઘટનાત્મક સાગરકથાઓ માત્ર ગુજરાતીમાં આલેખાઇ છે એ ગુજરાતી માટે ગૌરવની ઘટના છે. દેવનગરી શત્રુંજય પર્વતને મથાળે જાવડભાવડની વસાહિકા છે.આ વસાહિકા બંધાવનાર જૈન શ્રેષ્ઠી પિતાપુત્ર પાંચમી શતાબ્દીમાં થઇ ગયા. સાત સાગર પર પોતાનાં જહાજો ચલાવી અઢળક સંપત્તિ દેશને ચરણે ધરનાર પિતાપૂત્રની ભવ્ય અને ઉત્સાહપ્રેરક કહાણી આ નવલકથાના પૂર્વાધ અને ઉત્તરાર્ધમાં કહેવાઇ છે. પ્રેમશૌર્યઅંકિત ,ગુજરાતના ગરવા ભૂતકાળને રેખાંકિત કરે એવી આ કથા શ્રેણી દરેક ગુજરાતીએ અવશ્ય વાંચવી જોઇએ."
Durata: circa 8 ore (07:59:09) Data di pubblicazione: 30/11/2021; Unabridged; Copyright Year: 2021. Copyright Statment: —

